પાછળ જુઓ

કુટુંબ કલ્યાણ શાખા

  •  
    • શાખાની કામગીરી
    •  

      કુટુંબ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર ધ્વારા વસ્તી વૃધ્ધિની સમસ્યાને નાથવા ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને નગર પાલીકા વિસ્તારમાં કુટુંબ નિયોજનની કાયમી અને બીન કાયમી પધ્ધતિઓ અંગે પ્રચાર - પ્રસાર અને સેવાઓ આપવાની કામગીરી કરે છે.

      કુટુંબનિયોજનની કાયમી પધ્ધતિ :-

      સમગ્ર જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્રો ધોધા, તળાજા, વલ્લભીપુર, પાલિતાણા, મહૂવા, ઉમરાળા, શિહોર, જેશર, ભાવનગર અને ગારિયાધાર જનરલ હોસ્પિટલ ખાતે સ્ત્રી પુરૂષ વ્યંધિકરણ શસ્ત્રક્રિયા સેવાઓ આપવામાં આવે છે.

      કુટુંબ નિયોજનની બીન કાયમી પધ્ધતિઓ:-

      હાલમાં બાળકની ઇચ્છા ન હોય અગર બે બાળકો વચ્ચે ગાળો રાખવા માટે આંકડી, ઓરલપીલ્સ અને નિરોધ વિતરણની સેવાઓ સ્ત્રી, પુરૂષ આરોગ્ય કર્મચારીઓ ધ્વારા પુરી પાડવામાં આવે છે. આ સેવાઓ ઉકત સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં તથા જિલ્લામાં આવેલા ૩૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ આ સેવા પુરી પાડવામાં આવે છે.

      પ્રસુતિપૂર્વ, પ્રસુતિ દરમ્યાન અને પ્રસુતિ બાદની સેવાઓ: -

      જયાં પેટા કેન્દ્રોના મકાન ઉપલબ્ધ છે. અને પુરતી સગવડ છે તેવા પેટાકેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ ચીરંજીવી યોજના હેઠળ જોડાયેલા ખાનગી દવાખાનોઓમાં પ્રસુતિની સેવાઓ આપવામાં આવે છગ્રામીણ વિસ્તારમાં મહિલા સગર્ભા થાય ત્યારથી તે વિસ્તારમાં ફરજ બજાવતાં સ્ત્રી આરોગ્ય કર્મચારી ધ્વારા, સગર્ભાની નોંધણી, સમયસર ધનુરની રસી આપવી, લોહ તત્વની ગોળીઓની સારવાર, પોષણક્ષમ આહાર વિશે આરોગ્ય શિક્ષણ આપવુ, પેશાબની તપાસ, લોહીનું દબાણ માપવુ વિગેરે સેવાઓ પણ આપવામાં આવે છે.

      બાળ આરોગ્યની સેવાઓ:-

      સ્ત્રી આરોગ્ય કાર્યકરના સેવા વિસ્તારમાં જન્મ થયેલ બાળકની નોંધણી કરવી, વજન કરવું, વહેલુ ધાવણ આપવા માટે માતાને માર્ગદર્શન, જોખમી બાળકોની ઓળખ, સારવાર અંગે સલાહ ઉપરાંત મમતા દિવસના રોજ ૬ ધાતક રોગો જેવા કે, બાળક્ષય, ડીપ્થેરીયા (ધટસર્પ), ધનુર, પોલીયો, ઉટાંટીયુ અને ઓરી જેવા ધાતક રોગો સામે રક્ષણ આપતી રસીઓના સમયસર નિયત કરેલ ડોઝ આપવાની સેવાઓ આપવામાં આવે છે.

      યોજનાકીય લાભો: -

      લાયકાત ધરાવતા લાભાર્થીઓને ચીરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના, દિકરી યોજના વિગેરે યોજનાનો લાભ આપવામાં આવે છે.

      વિશિષ્ટ ખાસ કાર્યક્રમો :-

      વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા, ભારત સરકાર અને રાજય સરકારશ્રી ધ્વારા વખતો વખત જે કાર્યક્રમો આપવામાં આવે તે અંગેનો પ્રચાર - પ્રસાર અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે

      આરોગ્ય શિક્ષણની કામગીરી :-

      જિલ્લાભરમાં કુટુંબ કલ્યાણ સેવાઓની જાણકારી, સ્વીકૃતિ અને વ્યાપ વધે તે માટે જુથ ચર્ચાઓ, શિબીરો, રેલીઓ, સેમિનાર, નાટક, ડાયરા, પપેટશો, ભીંતસુત્રો, જાહેરાત, પોસ્ટર, બેનર્સ, પત્રિકાઓનું વિતરણ વિગેરે ધ્વારા આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવે છે.